Feb 1, 2014

ધ પાવર- The Power- the Low of Love -


ધ પાવર

 ધ સિક્રેટ’ પુસ્તકને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ લેખિકા રોન્ડા બિર્નનું નવું પુસ્તક છે- ‘ધ પાવર’.

પહેલા પુસ્તકમાં આકર્ષણના નિયમ પર ભાર મૂકાયો હતો.

આ પુસ્તકમાં લો ઓફ લવ (સ્નેહ).

દરેક સ્થિતિમાં જો સ્નેહપૂર્ણ વ્યવહાર કરી શકાય તો હકારાત્મક વાતાવરણ વધારે આંતરિક શક્તિ (પાવર) આપશે. જીવન સરળ છે. પોઝિટિવ અથવા નેગેટિવ આપણે પોતે ગૂંચવાડાભર્યું બનાવી દીધું છે.

સ્નેહ નબળાઇ નહીં પણ હકારાત્મક ઊર્જા છે.

પસંદગી આપણી પોતાની છે. પોઝિટિવ દ્રષ્ટિ અપનાવવી કે પછી દરેક વાતમાં નેગેટિવ થવું. આકર્ષણનો નિયમ છે કે તમે જેવું આપશો કે વિચારશો તેનું સામે મળશે.

સફળતા માટે જીવનમાં સ્નેહભરી ભાવનાઓનું વોલ્યુમ વધારી દો. જીવનમાં ઘટનાઓ નિધૉરિત ક્રમ પ્રમાણે નથી ઘટતી પણ આપણી વર્તણૂંકની પ્રતિક્રિયા રૂપે આવે છે.

જો પોઝિટિવ વિચારો બહુમતીમાં હશે તો સમય સારો જશે અને નેગેટિવ વિચારોનો અતિરેક મુશ્કેલીઓને આમંત્રે છે.

 મોટાભાગના લોકો વિચારતા હોય છે કે અમુક વસ્તુ મળે તો સુખી થવાય. આ ઇચ્છિત વસ્તુ ઘર, ગાડી, પૈસો કંઇ પણ હોઇ શકે. આવી વૃત્તિ છોડી પહેલાં સુખી થતા શીખો. સાચું સુખ સ્નેહભાવનાથી મળે છે જે આંતરિક છે. બહારની વસ્તુઓ થોડા સમય પુરતો જ આનંદ આપી શકે છે. વિચારોને ભટકતા અટકાવો, એમની લગામ તમારા હાથમાં રાખો. ઘણાખરા લોકો સૌથી ખરાબ સ્થિતિનો વિચાર કરી ચિંતા કરતા હોય છે અને ખરાબ સંજોગોને આકર્ષે છે. ભલે દીવાસ્વપ્ન જેવું લાગે પણ સારું વિચારો. જે તમને ગમે છે તે મળી ગયું હોય તેવું વર્તન કરી આનંદિત રહેવાનો પ્રયત્ન કરો. ભાવનાઓમાં ચુંબકીય તાકાત હોય છે.

બીજાને કંઇ મળે તેમાં તમે દુ:ખી ન થાઓ અને બીજાઓની નિંદા કરવાનું પણ છોડી દો. આવી પ્રવૃત્તિ તમને નેગેટિવ ઊર્જા આપી તમારી પ્રગતિ અટકાવે છે. જે મળ્યું છે તેનો આભાર માનવાની આદત કેળવો. આભાર સ્નેહનું પ્રતીક છે જે તમારી શક્તિને વધારશે. આપણે જીવનને વધારે પડતી ગંભીરતાથી જોઇએ છીએ. બાળકની રમતવૃત્તિ કેળવી ક્યારેક સુખી કાલ્પનિક દુનિયાની રચના કરો અને પોઝિટિવ ભાવના મેળવો. પૈસાનો ધ્યેય ન રાખો. વસ્તુ મેળવવાનો ધ્યેય રાખો. ભાવના મજબૂત હશે તો ગમે ત્યાંથી એ વસ્તુ મળી રહેશે. લોકો જેવા છે તેવા એમને સ્વીકારો, કોઇને સુધારવાની કોશિશ સ્નેહ નથી પણ નેગેટિવ પ્રવૃત્તિ છે.

રોગનો ભય અને ચિંતા વધારે રોગોને આકર્ષે છે. આપણાં શરીરનાં કોષો મગજના આદેશનું પાલન કરે છે. તમે મગજને એ રીતે પ્રોગ્રામ કર્યું હોય કે અમુક ઉંમર પછી ઘરડાં થઇ જશો તો તમારું શરીર પણ તેવો જ પ્રતિભાવ આપશે. ઉંમરની ક્યારેય સીમા ન બાંધો અને બુઢાપાની ચિંતા છોડી પ્રવૃત્તિમય રહો

No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...