May 24, 2016

એપોઇન્ટમેન્ટ માંગી જીંદગી પાસે- રજનીકાંત કોટેચા

એપોઇન્ટમેન્ટ માંગી જીંદગી પાસે,
કશી ઓળખાણ વગર જ મળી

સમય હતો ઓછો કહ્યું : જલ્દી કર, બોલ શું વાત છે ...
પુછ્યુ કે મળવું છે જીંદગી તને સરનામું આપીશ ?

હસી મારી સામે બોલી,
અંદર જો- મળી જઇશ,
સમય આપ- મળી જઇશ.
તારી સાથે જ તો ચાલુ છું,
તારો પડછાયો બની ને.....

મળ્યો જીંદગી ને, માણી જીંદગી ને,
લાગતું હતું પહેલા કે કઈંક ખુટતુ હતું,
મળ્યા પછી હકીકત માં પામ્યો જીંદગી ને...

ખાલી હતો, ખાલીપો હતો...
તમન્ના મળી જીવવા ની,
'રાજ' જયાર થી મળ્યો જીંદગી ને...



Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...