Jul 13, 2016

Zindagi bhar nu malyu chhe jagran-જિંદગીભરનું મળ્યું છે જાગરણ - ‘શૂન્ય’ પાલનપુરી

તારલા શોધી રહ્યા છે મારી આંખોનું શરણ.
એમને પણ જિંદગીભરનું મળ્યું છે જાગરણ.

પાપ કીધાં છે પરંતુ હું નહીં શોધું શરણ,
ઘેર બેઠાં શક્ય છે ગંગાનું જ્યારે અવતરણ !

બંધ આંખો જોઈ ઘૂંઘટ ખોલનારા ભૂલ થઈ,
હોય ના કૈં પારદર્શક પાંપણોનું આવરણ.

દિલ અને દુનિયા ઉભયને આપનો આધાર છે,
બેઉ પલ્લાં છે બરાબર શું કરું વર્ગીકરણ?

પાંપણેથી જાગતું મન જોઈને પાછી ફરી,
ઊંઘ આવી’તી બિચારી ચોરવા તારું સ્મરણ.

આ સનાતન ખોજની દ્વિધા ટળે પળવારમાં,
મારી દ્રષ્ટિએ જો સ્પર્શે આપનાં દુર્લભ ચરણ.

શુષ્ક આંખો જોઈ મારી લાગણી માપો નહીં,
દિલને ભીંજવવામાં ખૂટી જાય છે અશ્રુઝરણ.
-‘શૂન્ય’ પાલનપુરી


 More Gazal 

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...