Jul 10, 2016

Madhav kyay nathi madhuvan ma - માધવ ક્યાંય નથી મધુવનમાં

ફુલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીનાં જલ પર ઝૂકી પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી ?

લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઇ ન માગે દાણ કોઇની આણ ન વાટે ફરતી,
હવે કોઇ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી !

નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસમટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો, ગયાં ભાગ્ય મુજ ફૂટી ;

કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...