Aug 21, 2016

અમી ભરેલી નજરુ રાખો -ભજન - Ami bhareli najru rakho


અમી ભરેલી નજરુ રાખો મેવાડના શ્રીનાથજી
દરશન આપો દુઃખડા કાપો, મેવાડના શ્રીનાથજી…
અમી ભરેલી નજરુ રાખો મેવાડના શ્રીનાથજી

ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરૂં શ્રીનાથજી
દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી
તમારા ભરોસે જીવનનૈયા, બની શુકાની પાર ઉતારો

ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી
અમી ભરેલી નજરુ રાખો, મેવાડના શ્રીનાથજી
ચરણકમળમાં, શીશ નમાવું, વંદન કરું શ્રીનાથજી
દયા કરીને ભક્તિ દેજો, મેવાડના શ્રીનાથજી…
અમી ભરેલી નજરુ રાખો મેવાડના શ્રીનાથજી

હું દુઃખીયારો, તારે દ્વાર આવી ઉભો શ્રીનાથજી
આશિષ દેજો ઉરમાં લેજો, મેવાડના શ્રીનાથજી…
અમી ભરેલી નજરુ રાખો મેવાડના શ્રીનાથજી

ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી
મુજ આંગણમાં વાસ કરોને , મેવાડના શ્રીનાથજી…
અમી ભરેલી નજરુ રાખો મેવાડના શ્રીનાથજી

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...