Aug 17, 2016

આજની ઘડી તે રળિયામણી- નરસિંહ મહેતા - Aaj ni ghadi te raliyamni


આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…
આજની ઘડી તેરળિયામણી.

જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજી ને મોતીડે વધાવિયા જી રે…
આજની ઘડી તે રળિયામણી.

જી રે લીલુડાંવાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજી નો મંડપ રચાવિયે જી રે…
આજની ઘડી તે રળિયામણી.

જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…
આજની ઘડી તે રળિયામણી.

જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે…
આજની ઘડી તે રળિયામણી.

જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જીરે…
આજની ઘડી તે રળિયામણી.

જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જીરે…
આજની ઘડી તે રળિયામણી.

જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે…
આજની ઘડી તે રળિયામણી.

 - નરસિંહ મહેતા

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...