Aug 24, 2016

Shant zarukhe vat nirakhti rup ni rani- શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી - સૈફ પાલનપુરી

શાંત ઝરુખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી,
મે એક શહેજાદી જોઇ હતી.




એના હાથની મ્હેંદી હસતી’તી,
એના આંખનુ કાજલ હસતું’તું,
એક નાનું અમથું ઉપવન જાણે
મોસમ જોઈ વિકસતું’તું.

એના સ્મિતમાં સો સો ગીત હતાં
એની ચુપકીદી સંગીત હતી;
એને પડછાયા ની હતી લગન
એને પગરવ સાથે પ્રીત હતી.

એણે યાદના અસોપલવથી
એક સ્વપન-મહેલ શણગાર્યો’તો;
જરા નજર ને નીચી રાખને
એણે સમયને રોકી રાખ્યો’તો.

એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહેરાતી’તી,
કોઈ હસીને સામે આવે તો
બહુ પ્યારભયુઁ શરમાતી’તી.

એને યૌવનની આશીષ હતી
એને સર્વ બલાઓ દૂર હતી;
એનાં પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કુદરત પણ આતૂર હતી.

વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે
ત્યાં ગીત નથી-સંગીત નથી-ત્યાં પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સ્વપ્નાંઓનાં મહેલ નથી ને ઊમિઁઓના ખેલ નથી,
બહુ સુનું સુનું લાગે છે ... ... ...


 More Gazal

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...