Aug 22, 2016

તમારાં અહીં આજ પગલાં થવાનાં- ગની દહીંવાલા Tamara ahin aaj pagla thavana,


તમારાં અહીં આજ  પગલાં  થવાનાં,
ચમનમાં બધાંને  ખબર થૈ  ગઈ  છે.

ઝુકાવી છે ગરદન બધી  ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર  થૈ ગઈ  છે.



શરમનો કરી ડોળ  સઘળું જુએ  છે
કળી   પાંદડીઓના  પડદે   રહીને,

ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર  થૈ  ગઈ છે.

બધી  રાત  લોહીનું  પાણી  કરીને
બિછાવી છે  મોતીની  સેજો ઉષાએ,

પધારો કે  આજે  ચમનની  યુવાની
બધાં સાધનોથી સભર થૈ  ગઈ  છે.

પરિમલની સાથે ગળે  હાથ  નાખી-
કરે  છે  અનિલ   છેડતી  કૂંપળોની,

ગજબની ઘડી છે  તે  પ્રત્યેક વસ્તુ,
પુરાણા  મલાજાથી પર થૈ  ગઈ છે....


 More Gazal

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...