Aug 24, 2016

Chaman tujne suman mari j mafak chhetari jase, ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે- ‘કૈલાસ’


ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખ્મો ધરી જાશે…


અનુભવ ખુબ દુનિયાના લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી આંખ મુજને છેતરી જાશે…

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં, સ્વયં દિપક ઠરી જાશે…

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે


 More Gazal 

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...