Aug 17, 2016

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી - Shambhu sharne padi mangu ghadi re ghadi


શંભુ શરણે પડી,
માગું ઘડી રે ઘડી
કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો

તમે ભક્તોના દુઃખ હરનારા ....
શુભ સૌનું સદા કરનારા ..
મારી મંદ મતિ,
તારી અકળ ગતિ
કષ્ટ કાપો ..... દયા કરી દર્શન શિવ આપો.

અંગે ભસ્મ સ્મશાનની ચોળી
સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યુ
કંઠે વિષ ધર્યુ,
અમૃત આપો  ..... દયા કરી દર્શન શિવ આપો.

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે
 મારું ચિતડું ત્યાં જવા ચહે છે
સારા જગમાં છે તું
વસું તારામાં હું
શક્તિ આપો ..... દયા કરી દર્શન શિવ આપો.

હું તો એકલપંથ પ્રવાસી
છતાં આતમ કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી
કારણ મળતું નથી
સમજણ આપો ..... દયા કરી દર્શન શિવ આપો.

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું
સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું
આવી દિલમાં વસો
આવી હૈયે હસો
શાંતિ સ્થાપો ..... દયા કરી દર્શન શિવ આપો.

ભોળાશંકર ભવદુઃખ કાપો
નિત્ય સેવાનું શુભ ધન આપો
ટાળો મન મદા
ગાળો સર્વ સદા
ભક્તિ આપો ..... દયા કરી દર્શન શિવ આપો.

શંભુ ચરણે પડી
માગું ઘડી રે ઘડી
કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો .....

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...