Jun 25, 2017

ઘંટ વગાડવા વાળો !

ભગવાન કઈ પણ કરી શકે છે,
બસ એમના પર શ્રધ્ધા હોવી જોઈએ....

એક મંદિર હતુ, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા, આરતી વાળો, પુજા કરવા વાળો  માણસ, ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો....

ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભગવાનમાં એટલો મસગુલ થઈ જાય કે એને ભાન જ રેહતુ નહી,

ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તી ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિર ની  આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસની ભક્તીનાં પણ દર્શન કરતા, એની પણ વાહ વાહ થતી....

એક દિવસ મંદિર નુ ટ્રસ્ટ બદલાયુ અને  નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યુ કે આપણા મંદિર માં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને નીકાળી દો,

તો પેલા ઘંટ વગાડવા વાળા ભાઈને ટ્રસ્ટીએ પોતાની કેબીનમાં બોલાવી કીધુ કે આજ સુધી નો તમારો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહી, પેલાએ કીધુ કે મારી ભક્તી જોવો સાહેબ, ટ્રસ્ટીએ કીધુ કે ભણેલા નથી તો નોકરી માં રાખવામાં આવસે નહી,

બીજા દિવસ થી મંદિર માં નવા લોકોને રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોને પેહલા જેવી મજા આવતી નહી, ઘંટ વાળા ભાઈની ગેર હાજરી લોકોને વર્તાવા લાગી, ૮,૯ લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા, એ લોકો એ ભેગા થઈ કીધુ કે તમે મંદિર માં આવો, તો એ ભાઈએ કીધુ કે હુ આવીસ તો ટ્રસ્ટી લાગસે કે આ નોકરી લેવા માટે આવે છે માટે હુ આવી શકતો નથી, તો ત્યા આવેલા લોકો એ એને કીધુ કે મંદિર ની એક્ઝીટ સામે તમને એક ગલ્લો ખોલી આપીએ છીએ ત્યા તમારે બેસવાનું  ને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનુ પછી કોઈ નહી કે કે તમારે નોકરીની જરુર છે....

હવે એ ભાઈનો ગલ્લો એટલો ચાલ્યો કે એક માથી સાત ગલ્લા ને સાતમાંથી એક ફેક્ટરી ઉભી થઈ ગઈ, હવે એ માણસ મર્સીડીઝ લઈને ઘંટ વગાડવા આવે છે,
હવે આ વાત જુની થઈ ગઈ, મંદિરનું  ટ્રસ્ટ પણ બદલાઈ ગયુ, હવે મંદિરનો  જીણ્ણોદાર કરવાનો હતો, માટે દાનની જરુર હતી, મંદિરના ટ્રસ્ટીઓ એ વીચાર્યુ કે પેહલા આ મંદિરની સામે રહેલ ફ્રેક્ટરી માલીક ને પેહલા વાત કરીએ...

માલીક જોડે ગયા ૭ લાખ નો ખર્ચો છે, એવુ ટ્રસ્ટીઓ એ આ માલીક ને કીધુ, એ માલીકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રીસ્ટીને આપી દીધો, ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કીધુ કે સાહેબ સહી તો બાકી છે, માલીકે કીધુ કે મને સહી કરતા ની આવડતુ, લાવો અંગુઠો મારી આપુ, ચાલી જશે ....

તો પેલાએ ટ્રસ્ટી લોકો જોડે આવેલા બધા ચોકી ગયો કે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો, ભણેલા હોત તો ક્યા હોત...

તો પેલા શેઠે હસીને કીધુ કે ભણેલો હોત તો મંદિરમાં ઘંટ વગાડતો હોત ...

No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...